શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ પર આપનું સ્વાગત છે

શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતી જોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર કરાવે છે.

સમગ્ર ભારત વર્ષ તથા વિદેશમાં આવેલ સૌથી વધુ વ્યાપક અને વિસ્તાર ધરાવતા હિંદુ મંદિરોમાં તેનો સમાવેશ થાય છે. તે ૨૯૯ ફૂટ લંબાઈ, ૨૫૩ ફૂટ પહોળાઈ અને ૧૩૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. આ મંદિર માં માં ખોડીયાર ની ભવ્ય મૂર્તિ ઉપરાંત અન્ય દેવીમાંઓ માં અંબા , માં બહુચર , માં વેરાઈ , માં મહાકાલી, માં અન્નપુર્ણ , માં ગાત્રાડ, માં રાંદલ , માં બુટભવાની, માં બ્રમ્હાણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ અને માં શિહોર ની મૂર્તિઓ ની પણ પ્રતિષ્ઠા થશે.

શ્રી ખોડલ ધામ સ્થાપત્ય કલાનું એક ઉત્કૃષ્ટ અને બેનમૂન ઉદાહરણ તથા સમગ્ર સમાજ ની સંસ્કૃતિની ધરોહર બની રહશે. તેમાં ભગવાન શિવ, શ્રી રામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાન તથા શ્રી ગણેશ ના મંદિર પણ હશે જેમાં તેમની મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠિત થશે.  વધુ વાંચો

 
Book Now