ખોડલધામ વિશે માહિતી
શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.
કાયમીના પ્રોગ્રામ
5:30 AM
કેમ્પસ ખુલવાનો સમય
9:30 PM
કેમ્પસ બંધ થવાનો સમય
5:45 AM
મંદિર ખુલવાનો સમય
9:00 PM
મંદિર બંધ થવાનો સમય
6:00 AM
સવારની આરતીનો સમય
7:00 PM
સાંજની આરતીનો સમય
8:00 AM
ઓફિસ ખુલવાનો સમય
8:00 PM
ઓફિસ બંધ થવાનો સમય
11:00 AM
ભોજનાલય બપોરે ખૂલવાનો સમય
2:00 PM
ભોજનાલય બપોરે બંધ થવાનો સમય
7:00 PM
ભોજનાલય સાંજે ખૂલવાનો સમય
9:00 PM
ભોજનાલય સાંજે બંધ થવાનો સમય