શ્રી ખોડલધામ મંદિર વિશે

હોમ / અમારા વિશે / મંદિર વિશે
શ્રી ખોડલધામ મંદિર વિશે

ખોડલધામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે.  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે.મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે. ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોવરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે. મંદિરમાં કુલ 238 પિલ્લર અને 93 નંગ છત છે. પિલ્લર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરમાં જગતી, પટેલ પેનલ, કણપીઠ, મંડોવર, ઘુમ્મટ, છત, પિલર, સામરણ વગેરેમાં બેનમૂન કલાકૃતિના દર્શન થાય છે. મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે.  

આ ભવ્ય મંદિરમાં માં ખોડિયારની મૂર્તિઓની સાથે માં અંબા, માં બહુચર, માં આશાપુરા, માં વેરાઇ, માં મહાકાળી, માં અન્નપૂર્ણા, માં ગાત્રાળ, માં રાંદલ, માં બુટભાવાની, માં બ્રહ્માણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ, માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

મંદિર એટલે શું અને શા માટે બનાવવું ? (બનાવવાનો શુભ આશય અને પ્રયોજન)

મંદિર એટલે શું અને શા માટે બનાવવું ? (બનાવવાનો શુભ આશય અને પ્રયોજન)

ખોડલધામ મંદિર બનાવવા માટે ઘણી જગ્યાઓ જોઇ, રાજકોટ અને જેતપુર વચ્ચે કાગવડ ગામની નજીક પણ જગ્યા જોઈ હતી, આ જમીન બધી રીતે અનુકૂળ લાગી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉવા પટેલો હોવાથી, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોવાથી, બીજી બાજુ ભાદર નદીના કારણે પાણી મળી રહે તેવા હેતુથીઅને 100 એકર જમીન એક સાથે મળી શકતી હોવાથી કાગવડ ગામ નજીક માં ખોડલનું મંદિર બનાવવાનું નક્કી કરાયું હતું.

ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો સાથે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે અને મંદિર સમાજનું છત્ર બની શકે.

શ્રી ખોડલધામ મંદિર

માળખું અને બાંધકામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.

મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.

ગજથર, અશ્વથર, ગ્રાસથર

ખોડલધામ મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગતી (પ્લીન્થ) બનાવેલી છે તેની ઉપર 6 ફૂટ 5 ઇંચ સુધી કણપીઠ (મહાપીઠ) બનાવાઈ છે. શાસ્ત્રોક્ત રીતે કણપીઠમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર અને નરથર લગાવવામાં આવે છે. જે ખોડલધામ મંદિરમાં પણ છે. કણપીઠમાં ગ્રાસથર પાંચમા નંબરનું લેયર છે. ગજ એટલે હાથી અને અશ્વ એટલે ઘોડો અને ગ્રાસ એટલે સદીઓ પહેલાં આપણે ત્યાં એક જળચર પ્રાણી હતું. જળનું આ પ્રાણી જમીન પર પણ રહી શકતું. સમય જતાં આ પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા, એ પ્રાણી ગ્રાસ કહેવાતા.

નરથરમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગો

કણપીઠમાં રહેલા નરથરમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે. રામાયણના પ્રસંગોના કોતરકામ માટે 37 પથ્થર, મહાભારતના પ્રસંગોનું કોતરકામ 15 પથ્થરમાં કરાયું છે. વ્યાસજી ગણપતિ પાસે મહાભારત લખાવે છે ત્યારથી લઈને પાંડવોના વનવાસ સુધીના પ્રસંગો આવરી લેવાયા છે. એવી રીતે શ્રીમદ્ ભાગવત ગીતાના ઘણા પ્રસંગોનું કોતરકામ 12 પથ્થરોમાં કરાયું છે. આમ નરથરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકાયા છે.

પ્રાચીન શાસ્ત્ર મુજબ કોતરકામ

મંડોવર એટલે મંદિરની શંકુ દિવાલ જે બહારથી અભયારણ્યને આવરી લે છે. આ રીતે, મંડોવર, એટલે કે માથાના પાછળના ભાગથી છજ્જાના માથા સુધીના ભાગને મંડોવર કહેવામાં આવે છે. મંદિરની અંદર પાર્વતી, મહિસાસુર મર્દિનીની મૂર્તિઓ છે અને મા અંબા સહિત માતાજીની મૂર્તિઓ છે. ગણપતિ માંડોવરની કાઠીમાં બેઠા છે. જંગીમાં, મંદિરમાં વિષ્ણુના 10 અવતારો અને 24 સ્વરૂપો, સુર્યનાં 12 સ્વરૂપો, સરસ્વતીનાં 8 સ્વરૂપો, બ્રહ્માજીનાં 4 સ્વરૂપો, પાર્વતીનાં 20, શિવજીનાં 12 સ્વરૂપો અને ભૈરવજીની ત્રણ-ત્રણ ફૂટની મૂર્તિઓ સજ્જ છે.

ઘુમ્મટ

આપણે ખોડલધામ મંદિરના પગથિયા ઉપર જતા, નૃત્ય મંચમાં પહેલો ઘુમ્મટ આવે છે અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ધુમ્મટના દર્શન થાય. ખોડલધામ મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.

happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.