- કુલ 16 ગજીબા, એક ગજીબામાં 50 લોકો બેસી શકે તેટલી વ્યવસ્થા
- 150 જેટલા દર્શનાર્થીઓ બેસીને નાસ્તો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા
- નમકીન, ઠંડાપીણા, ચોટલેટ, ગરમ નાસ્તો, સુકો નાસ્તો મળે છે
- ગુજરાત સરકાર દ્વારા શ્રી ખોડલધામ મંદિર પરિસર પાસે શક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે
- શક્તિવન 7.50 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે. શક્તિવનમાં વેદ, શાસ્ત્રો અને ઉપનિષદો મુજબ 83 હજારથી વધુ નાના-મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે
- શ્રી ખોડલધામ મંદિરે આવતા દર્શનાર્થીઓ આ શક્તિવનમાં બેસીને પરિવાર સાથે વન ભોજનની મજા માણે છે
- પ્રસાદ ઘરમાંથી ભક્તો માતાજીને ધરવા માટે શ્રીફળ, ચુંદડી, સુખડી, અગરબત્તી, છબી, શ્રી યંત્ર ખરીદી શકે છે
- પ્રસાદઘરમાંથી ફૂલસ્કેપ ચોપડા, સ્ટીકર, બોલપેન, બેગ સહિતની વસ્તુઓ પણ મળે છે
- એડમિન ઓફિસમાંથી સમગ્ર મંદિર પરિસરનું સંચાલન કરવામાં આવે છે
- એડમિન ઓફિસમાં પૂછપરછ વિન્ડો, દાન અને લવાજમ માટેની વિન્ડો રાખવામાં આવી છે
- ટ્રસ્ટી ઓફિસ, ચેરમેન ઓફિસ, સીસીટીવી મોનિટરિંગ રૂમ અને કોન્ફરન્સ હોલ પણ આવેલો છે
- શાસ્ત્ર પ્રમાણે 50 ફૂટ લંબાઈ અને 50 ફૂટ પહોળાઈ તેમજ 24 સ્તંભો પર આ યજ્ઞશાળા બનાવાઈ છે
- યજ્ઞશાળામાં એકસાથે 100 જેટલા લોકો બેસીને યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા છે
- એક સાથે 500થી વધુ ભક્તો બેસીને ભોજન લઈ શકે તેવા બે અન્નપૂર્ણાલય
- મંદિરે આવતા ભક્તો બપોરે અને સાંજે ભોજન લઈ શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા
- 2000 લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા
- કથા, સપ્તાહ, ડાયરો, લગ્ન, સગાઈ, રિસેપ્શન, જન્મદિવસની ઉજવણી જેવા ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી કરી શકાય છે
- એક સાથે આશરે 400 ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા
- સત્સંગ હોલમાં ધુન, ભજન, કિર્તન, કથા, મિટીંગ, સ્નેહમિલન, ધ્વજા પૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે
મંદિર પરિસરમાં સુવિધાઃ
- વાહનોના પાર્કિંગ માટે વિશાળ આર.સી.સી પાર્કિંગ બનાવાયું છે જેમાં 350 જેટલા ટુ-વ્હીલર અને 350 જેટલી ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાય છે.
- સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે વ્હીલચેર, ઈ-રીક્ષા, ગોલ્ફકાર, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા છે.
- દર્શનાર્થીઓ માટે ચા ઘરમાં નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા કરાયેલી છે. દરરોજ હજારો ભક્તોને ચા ઘરમાં પ્રસાદરૂપે ચા આપવામાં આવે છે.
- માતાજીને ધરવા માટેનો પ્રસાદ મળી રહે તે માટે પ્રસાદ ઘર બનાવાયું છે.
- અલ્પાહાર ગૃહ (કેન્ટીન)માં સ્વ ખર્ચે ફાસ્ટ-ફૂડની સુવિધા છે. અલ્પાહાર ગૃહમાં ઠંડા-પીણા, ગરમ નાસ્તો, નમકીન વગેરે ફાસ્ટ-ફૂડ મળી રહે છે.
- અન્નપૂર્ણાલયમાં ટોકન દરે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાયેલી છે. અન્નપૂર્ણાલયમાં ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.
- શુદ્ધ ઠંડા પીવાના પાણીની સુવિધા.
- શૌચાલય અને સ્નાનઘરની પણ વ્યવસ્થા છે.
- દર્શનાર્થીઓને બેસવા માટે 18 ગઝીબોનું નિર્માણ કરાયું છે.
- દર્શન કરીને ભક્તો શાંતિથી બેસી શકે તે માટે વિશાળ લોન એરિયા બનાવેલો છે જેમાં રંગબેરંગી ફૂલ, છોડ ઉગાડવામાં આવ્યા છે.
- ખોડલધામના આંગણે ગુજરાત સરકાર દ્વારા શક્તિવનનું નિર્માણ કરાયેલું છે.
- સત્સંગ હોલ, રંગમંચ અને પાર્ટી પ્લોટની સુવિધા પણ છે.