જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર, જૂનાગઢથી 48 કિલોમીટરનું અંતર થાય છે. મંદિરે પહોંચવા માટે ખાનગી વાહનો અને સરકારી બસ મળી રહે છે. રાજકોટ તરફથી આવનારે નેશનલ હાઈવે પર વિરપુર અને જેતપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ તરફ વળી જવું. જૂનાગઢ તરફથી આવનારે જેતપુર અને વિરપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ ગામ તરફ વળી જવુ. નેશનલ હાઈવેથી ખોડલધામ મંદિરનું અંતર માત્ર 4 કિલોમીટર છે.
ખોડલધામ મંદિરથી નજીકનું રેલવે સ્ટેશન વિરપુર અને જેતપુર છે. જેતપુર (નવાગઢ) રેલવે સ્ટેશનથી 14.5 કિલોમીટરનું અતર થાય છે જ્યારે વિરપુર રેલવે સ્ટેશનથી 8.6 કિલોમીટરનું અંતર છે. રેલવે સ્ટેશનથી કોઈપણ ખાનગી વાહન મારફતે મંદિર પહોંચી શકાય છે.
ખોડલધામ મંદિરથી નજીકનું હવાઈ મથક રાજકોટ એરપોર્ટ (64.8 કિલોમીટર) છે. રાજકોટ એરપોર્ટથી સડક અથવા રેલમાર્ગે ખોડલધામ મંદિર સુધી પહોંચી શકાય છે.
ખોડલધામ મંદિરથી વિવિધ જગ્યાના અંતરઃ
જૂનાગઢ- 48 કિલોમીટર
રાજકોટ- 63 કિલોમીટર
સાસણ-ગીર- 105 કિલોમીટર
પોરબંદર-126 કિલોમીટર
સોમનાથ- 143 કિલોમીટર
પાલિતાણા- 159 કિલોમીટર
ભાવનગર- 174 કિલોમીટર
દ્વારકા- 229 કિલોમીટર