મંદિર પરિસરની પ્રવૃત્તિ

હોમ / અમારા વિશે / કેમ્પસ પ્રવૃત્તિ
Campus Facility

ગજીબા

- કુલ 16 ગજીબા, એક ગજીબામાં 50 લોકો બેસી શકે તેટલી વ્યવસ્થા

કેન્ટીન

- 150 જેટલા દર્શનાર્થીઓ બેસીને નાસ્તો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા
- નમકીન, ઠંડાપીણા, ચોટલેટ, ગરમ નાસ્તો, સુકો નાસ્તો મળે છે

શક્તિવન

- ગુજરાત સરકાર દ્વારા શ્રી ખોડલધામ મંદિર પરિસર પાસે શક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે
- શક્તિવન 7.50 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે. શક્તિવનમાં વેદ, શાસ્ત્રો અને ઉપનિષદો મુજબ 83 હજારથી વધુ નાના-મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે
- શ્રી ખોડલધામ મંદિરે આવતા દર્શનાર્થીઓ આ શક્તિવનમાં બેસીને પરિવાર સાથે વન ભોજનની મજા માણે છે

પ્રસાદ ઘર

- પ્રસાદ ઘરમાંથી ભક્તો માતાજીને ધરવા માટે શ્રીફળ, ચુંદડી, સુખડી, અગરબત્તી, છબી, શ્રી યંત્ર ખરીદી શકે છે
- પ્રસાદઘરમાંથી ફૂલસ્કેપ ચોપડા, સ્ટીકર, બોલપેન, બેગ સહિતની વસ્તુઓ પણ મળે છે

પ્રવેશદ્વાર

મંદિર

એડમિન ઓફિસ

- એડમિન ઓફિસમાંથી સમગ્ર મંદિર પરિસરનું સંચાલન કરવામાં આવે છે
- એડમિન ઓફિસમાં પૂછપરછ વિન્ડો, દાન અને લવાજમ માટેની વિન્ડો રાખવામાં આવી છે
- ટ્રસ્ટી ઓફિસ, ચેરમેન ઓફિસ, સીસીટીવી મોનિટરિંગ રૂમ અને કોન્ફરન્સ હોલ પણ આવેલો છે

યજ્ઞ શાળા

- શાસ્ત્ર પ્રમાણે 50 ફૂટ લંબાઈ અને 50 ફૂટ પહોળાઈ તેમજ 24 સ્તંભો પર આ યજ્ઞશાળા બનાવાઈ છે
- યજ્ઞશાળામાં એકસાથે 100 જેટલા લોકો બેસીને યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા છે

પાર્કિંગ

અન્નપૂર્ણાલય

- એક સાથે 500થી વધુ ભક્તો બેસીને ભોજન લઈ શકે તેવા બે અન્નપૂર્ણાલય
- મંદિરે આવતા ભક્તો બપોરે અને સાંજે ભોજન લઈ શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા

રંગમંચ

- 2000 લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા
- કથા, સપ્તાહ, ડાયરો, લગ્ન, સગાઈ, રિસેપ્શન, જન્મદિવસની ઉજવણી જેવા ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી કરી શકાય છે

સત્સંગ હોલ

- એક સાથે આશરે 400 ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા
- સત્સંગ હોલમાં ધુન, ભજન, કિર્તન, કથા, મિટીંગ, સ્નેહમિલન, ધ્વજા પૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે

મંદિર પરિસરની પ્રવૃત્તિ

મંદિર પરિસરની પ્રવૃત્તિ

- ખોડલધામ મંદિરના શિખર પર દરરોજ ચાર વખત ભક્તો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. ધ્વજારોહણ કરતાં પહેલા ધ્વજાજીનું પૂજન, ત્યારબાદ ધ્વજાજીના સામૈયા કરવામાં આવે છે અને માતાજીને ધ્વજા અર્પણ કરી મંદિરના શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે.

- યજ્ઞશાળામાં ભક્તો દ્વારા યજ્ઞ કરાય છે.

- ભક્તો દ્વારા માતાજીને દરરોજ અવનવા વાઘાનો શણગાર અને થાળ ધરવામાં આવે છે.

- દર વર્ષે ખોડિયાર જયંતીના દિવસે મા ખોડલને અન્નકૂટ ધરવામાં આવે છે.

- ચૈત્રી નવરાત્રિમાં મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં ધૂન-ભજન થાય છે તેમજ રંગોળી અનેફળ સુશોભન કરવામાં આવે છે.

- આસો નવરાત્રિમાં નવ દિવસ સુધી મંદિર પરિસરમાં યજ્ઞ, ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાય છે. પ્રથમ નોરતે ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજવામાં આવે છે.

- ખોડલધામ મંદિર પરિસરમાં જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધૂળેટી જેવા પર્વોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

- સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય તહેવારોમાં મંદિર પરિસરમાં ખાસ સુશોભન કરીને ઉજવણી કરવામાં આવે છે.

- રંગમંચ અને પાર્ટી પ્લોટમાં કથા, ડાયરો, લગ્ન, સગાઈ, જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, સ્નેહમિલન જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે.

happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.