Blog
Home / Media / Blog / શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ
શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ
January 18, 2022
2 Comments

શ્રી ખોડલધામ મુકામે મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમની વિવિધ તૈયારીઓ આખરી ઓપમાં છે. આજે ડિજીટલ યુગ હોવા છતાં આગામી કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે આદરણીય શ્રી નરેશભાઈ પટેલ ગુજરાત-મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાજ દર્શન થાય અને સમાજના લોકોને રૂબરૂ મળી શકાય તેવા શુભ આશયથી છેલ્લા ચાર મહિનાથી પ્રવાસ કરી રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સમાજના લોકોનો ખૂબ જ મોટો પ્રતિસાદ, લાગણી અને સમર્થન મળેલ છે. લોકોની આવી લાગણી જોતાં આગામી તારીખ 21-01-2022ના પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે અંદાજે 25-30 લાખથી વધુ લોકો પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગના સાક્ષી બની મા ખોડલના દર્શનનો લ્હાવો લે તેવી પૂરી સંભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન હતું.

તારીખ 21-01-2022ના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો સવારે 6 થી 9 108 કુંડી યજ્ઞ, 9 થી 10 ધ્વજારોહણ તથા મા ખોડલની મહાઆરતી તથા 10 થી 11-30 મહાસભાનું આયોજન કરેલ હતું. સાથો સાથ સવારે 6 થી 10 કલાક સુધી સમાંતરે લોક ડાયરાનું આયોજન પણ કરેલ હતું. જ્યારે છેલ્લા ત્રણેક દિવસથી ઉદભવેલ પરિસ્થિતિ તેમજ લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આદરણીય શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમની રૂપરેખામાં થોડો ફેરફાર કરેલ છે. જે આ પ્રમાણે છે.

તારીખ 21 જાન્યુઆરી એટલે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. આ દિવસે યોજેલ ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રાખવા શક્ય નથી જેને ધ્યાને લઈને આ દિવસે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ મહાઆરતી, ધ્વજારોહણ અને સમાજ શિરોમણી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.

 

મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને આદરણીયશ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલનામાધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.

તારીખ 21-01-2022, શુક્રવારના રોજ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નીચેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી શકાશે.
ફેસબુક પેઈજ લિંક-https://www.facebook.com/khodaldhamtrusts

યુટ્યુબ ચેનલ લિંકhttps://www.youtube.com/channel/UCcqK8-hbEl8vJMGtmQSSFfw

વેબસાઈટ લિંક- https://www.khodaldhamtrust.org/

2 thoughts on “શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ

  1. જય ખોડગધામ હે માંકાગવડવાળી ખોડીયાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

happy community
Together we build happy community
Join us in the journey of happy community, growing together for healthy and calm minded society.